અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા 3 વર્ષ કે તેથી વધુ સમયથી એક જ સ્થળે સ્થાયી થઈ ગયેલા પોલીસકર્મીઓની બદલીઓ કરવામાં આવશે તેવી જાહેરાત પણ કરી દેવામાં આવી છે. હવે જે પોલીસ મથકોની મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડીને દારૂના જથ્થા ઝડપી લેવામાં આવ્યા છે તે પોલીસ મથકોના ઇન્સ્પેક્ટરની બદલી પણ પાક્કી હોવાની ચર્ચાએ પોલીસ કમિશનર કચેરીમાં જોર પકડ્યું છે.
પોલીસકર્મીઓને અપાયા 3 ઓપ્શન:આ કવાયતના ફળસ્વરૂપ 6 વર્ષથી એક જ સ્થળે ફરજ બજાવતા 1472 પોલીસકર્મીઓની બદલીઓ કરવામાં આવી છે. જો કે પોલીસ કર્મચારીઓને પોતાના ઘર નજીક કે જે વિસ્તારમાં તેમની સારી પકડ હોય ત્યાં ફરજ બજાવવી હોય તો તેમને બદલી માટે ત્રણ ઓપ્શન પણ આપવામાં આવ્યા હતા. જેને લઈને પોલીસ પણ ખુશ છે. હવે જે લોકો 3 વર્ષ કે તેથી વધુ સમયથી એક જ સ્થળે ફરજ બજાવે છે તેમની બદલી કરાશે. જેના માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જો કે હજુ ઘણી બ્રાંચ અને એજન્સીઓમાં કામ કરતા પોલીસ કર્મચારીઓની બદલીઓ બાદ હવે મોટા પાયે પોલીસ ઈન્સ્પેક્ટરોની બદલીઓનો ગંજીફો ચીપાશે, જેના માટે તમામ તૈયારીઓ પણ પૂરી થઈ ગઈ છે.
પોલીસ મથકમાં દરોડા: બહારથી આવેલા ઇન્સ્પેક્ટરોની કામગીરીનું એનાલિસીસ થઈ ગયું છે. ત્યારે જ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા નરોડા, ઓઢવ, કૃષ્ણનગર, વાડજ, નિકોલ સહિતના પોલીસ મથકોમાં 10 સ્થળે દરોડા પાડીને અમદાવાદ લિકર સિટી બની ગયું હોવાની વાત જાહેર કરી દીધી હતી. આ ઘટનાને લઈને કમિશનર પોતાના તાબાના અધિકારીઓથી ભારે નારાજ છે. હવે જે પોલીસ મથકમાં દરોડા પડ્યા છે તે પોલીસ મથકના ઇન્સ્પેક્ટરોની બદલીઓ પાક્કી હોવાનું કમિનશર કચેરીએથી જાણી શકાયું છે. લોકોની બદલી થઇ હોવા છતાં તેમણે છૂટા કરવામાં આવ્યા નથી. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે આ બદલીઓ પહેલા શહેરભરના વહીવટદારો પણ માનીતા પોલીસ મથકે એજન્સીઓમાં સેટ થઈ ગયા છે.
તેઓ વર્ષોથી એક જ પોલીસ મથકમાં એકહથ્થુ શાસન ચલાવતા હતા. પોલીસ કમિશનર મલિકે ચાર્જ સંભાળતાની સાથે જ એક જ પોલીસ મથકમાં 7 વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ બજાવતા હોય તેવા 1124 પોલીસકર્મીઓની સાગમટે બદલી કરી દીધી હતી. જુદા જુદા તબક્કાઓમાં અન્યોની પણ બદલી કરવાની જાહેરાત કરાઈ હતી.
- Gandhinagar News: 6 નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓને બદલીના આદેશ
- GAS Officers Transfer: અઠવાડિયામાં ફરીથી વધુ 10 GAS ઓફિસર્સની બદલી કરાઈ