ગુજરાત

gujarat

ETV Bharat / state

બોટાદમાં કન્ટેનર ટ્રક ભરી દારૂ ઝડપાયો: સ્ટેટ મોનીટરીંગ સેલનો સપાટો, સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ - SMC RAID IN BOTAD

બોટાદ જિલ્લાના ઢસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાવનગર રાજકોટ હાઇવે ઉપર એક રેસ્ટોરન્ટના પાર્કિંગમાં દારૂથી ભરચક કન્ટેનરને સ્ટેટ મોનિટરિંગ સેલે દ્વારા ઝડપી પાડવામાં આવ્યું હતું.

બોટદમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા
બોટદમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : 10 hours ago

Updated : 10 hours ago

ભાવનગર: બોટાદ જિલ્લાના ઢસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક રેસ્ટોરન્ટના પાર્કિંગમાં મસ મોટો દારૂનો જથ્થો ભરેલો ટ્રક સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો. બાતમીને આધારે સ્ટેટ મોનિટરિંગ સેલે ખાનગી વેશ અને ખાનગી વાહનમાં હાઇવે ઉપર રેસ્ટોરન્ટ ઉપર પહોંચીને સૂતેલા ટ્રક ડ્રાઇવરને દબોચ્યો હતો. જેમાં તપાસ કરતા લાખોનો દારૂનો જથ્થો ઝડપાઈ ગયો હતો.

સ્ટેટ મોનીટરીંગ સેલે નોંધાવી ફરીયાદ:બોટાદ જિલ્લાના ઢસા પંથકમાં ભાવનગર રાજકોટ હાઇવે ઉપર આવેલી એક રેસ્ટોરન્ટના પાર્કિંગમાં દારૂ હોવાની બાતમી મળતા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ કરવામાં આવી હતી. જેમાં લાખોનો દારૂ ઝડપાયો હતો. સ્ટેટ મોનિટરીંગ સેલના કર્મચારી સાજણ વીરાભાઈ વસરાએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે ભાવનગર રાજકોટ હાઇવે ઉપર મળેલી બાતમીના આધારે ગોપીનાથ રેસ્ટોરન્ટના પાર્કિંગમાં ઉભેલા કન્ટેનર ટ્રકમાં મસ મોટો દારૂનો જથ્થો છે, જેથી તપાસ કરતા દારૂ મળી આવ્યો હતો.

બોટદમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા (Etv Bharat Gujarat)

કુલ 38,54,637ની કિંમતનો દારૂ ઝડપાયો: ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે કે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ભાવનગર રાજકોટ હાઇવે પર આવેલી ગોપીનાથજી રેસ્ટોરન્ટના પાર્કિંગમાં બાતમીને આધારે રેડ કરવામાં આવી હતી. જેમાં સ્થળ પર કન્ટેનર ટ્રક મળી આવતા તપાસ કરતા જેનો ડ્રાઇવર કેબિનમાં સૂતો હતો. જેથી તેને જગાડીને કન્ટેનરની અંદર શું છે તેની પૂછતાછ કરતા વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. કુલ 13,929 દારૂની પેટીઓ જેમાં નાની મોટી દારૂની બોટલ અને બિયર ટીનનો સમાવેશ થાય છે. ત્યારે સમગ્ર દારૂની કિંમત 38,54,637 છે, જેને ઢસા પોલીસને બોલાવી સ્ટેટ મોનિટરિંગ સેલે કબ્જે લીધો હતો.

ડ્રાઇવર સહિત કુલ 4 સામે ફરીયાદ: સ્ટેટ મોનિટરિંગ સેલના કર્મચારીએ ઢસા પોલીસ સ્ટેશનમાં કન્ટેનરના ડ્રાઇવર પુખરાજ ડુંગરરામ ભાટી રાણા રાજપૂત મૂળ રાજસ્થાનના ભાટાલા ખરવા ગામનો રહેવાસીને ઝડપી લીધો હતો. ઉપરાંત અન્ય ત્રણ શખ્સ દારૂ મોકલનાર રાજુરામ નામનો માણસ, કન્ટેનરનો માલિક અને બાબરા ખાતે કન્ટેનર લેવા આવનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જો કે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂ, કન્ટેનર, મોબાઇલ અને રોકડ મળી કુલ 63,60,857 નો મુદ્દામાલ કબ્જે લઈ ઢસા પોલીસ સ્ટેશનમાં ધોરણસર ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો:

  1. સુરતમાં 3 સગીરાની જાહેરમાં છેડતી: પોલીસે "સેક્સ મેનિયાક"ને દબોચ્યો
  2. ભાવનગરમાં વ્યાજના પૈસાની લેતી દેતીમાં યુવાનની હત્યાનો બનાવ, પોલીસ તપાસમાં લાગી
Last Updated : 10 hours ago

ABOUT THE AUTHOR

...view details