ભાવનગરઃદેશમાં હાથરસ, આર જી કર હોસ્પિટલ ઘટના, બદલાપુર ઘટનાએ દેશમાં સામાજિક વ્યવસ્થામાં ઉભી થતી વિકૃતિને પગલે લોકોને વિચારતા કઈ દીધા છે. ભારતમાં દુષ્કર્મ અને બાદમાં હત્યાના બનેલા બનાવમાં કારણો અલગ અલગ જોવા મળતા હોય છે. પશ્ચિમ બંગાળ, હાથરસ અને બદલાપુર વગેરે જેવી ઘટનાઓ તાજેતરની છે. પરંતુ મોટાભાગમાં કેસોમાં મનોચિકિત્સકની દ્રષ્ટિએ શું હોઈ શકે તે જાણવા માટે ETV BHARATએ મનોચિકિત્સક ડો. શૈલેષ જાની સાથે ખાસ વાતચીત કરી હતી. ચાલો જાણીએ.
દુષ્કર્મ અને હત્યાના કિસ્સામાં મનોચિકિત્સકે આપ્યા કારણો: આ દૂષણ બગાડે છે સમાજને કેવી રીતે? જાણો - Mind behind Crime
બદલાપુર, હાથરસ, આર જી કર હોસ્પિટલ, દિલ્હીમાં રેપ મર્ડર, ગુજરાતમાં હત્યા અને બળાત્કારની ઘટનાઓ સહિત એક ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આવી વિકૃતિને લઈને મનોચિકિત્સકની સાથે વાત કરતાં કેટલીક ચોંકાવનારી બાબતો સામે આવી છે. આવો જાણીએ વિગતે...
Published : Aug 22, 2024, 6:04 PM IST
|Updated : Aug 22, 2024, 7:28 PM IST
દુષ્કર્મ અને બાદમાં હત્યા પાછળ કેવા કારણોઃભાવનગરના મનોચિકિત્સક ડો શૈલેષ જાનીએ દેશમાં વધતા દુષ્કર્મ હત્યા બનાવ પગલે જણાવ્યું હતું કે રેપની વાત કરીએ તો એમાં ઘણા ફેક્ટર્સ કામ કરે છે, સોસીયલ છે, ઇકોનોમિકલ છે, ડેમોગ્રાફીકલ છે, માસ મીડિયા એક્સપોઝર છે. આ ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી આલ્કોહોલ તો હતું જ આપણા સમાજમાં, પણ જે ડ્રગ્સની એન્ટ્રી થઈ છે અને જેટલી માત્રામાં ડ્રગ્સ લેવાય છે, એ પણ રેપમાં મોટું ભાગ ભજવે છે. એ સાથે ઈન્ટરનેટની એવેલીબિટીને કારણે પોર્નોગ્રાફી અને સોશિયલ મીડિયાથી લોકોને જેટલી ઇઝી એસેસીબીલીટી થઈ ગઈ છે કે એનાથી પણ આ લોકોમાં ઉત્તેજના વધી રહી છે. પહેલાના જમાનામાં પણ રેપ થતા હતા પણ અત્યારે પણ થાય છે પણ પહેલા લોકો રિપોર્ટ કરતા ડરતા હતા એટલે અત્યારે લોકોમાં પણ અવેરનેસ વધી ગઈ છે. ગર્વમેન્ટ પણ અમુક પ્રકારનું કમ્પેઇન કરે છે અને રીપોર્ટિંગ પણ વધી ગયુ છે.
શું કરવું જોઈએ ઘટનાને રોકવા માટેઃમનોચિકિત્સક શૈલેષ જાનીએ જણાવ્યું હતું કે મારી દ્રષ્ટિએ તો ખાસ કરીને મોટાભાગના રેપના કેસ જોઈએ છે કે જે રેપિસ્ટ પર્સન હોય છે તે મોટે ભાગે આલ્કોહોલ છે ડ્રગ્સ છે એવા જે એન્ટી સોશિયલ એક્ટિવિટીમાં સંડોવાયેલા હોય છે. જેટલી આ એન્ટી સોસીયલ એક્ટિવિટીને પર્ટીક્યુલરી ડ્રગને કાબુ કરવામાં આવે તો બધા કેસીસ ઓછા થઈ શકે આમાં. જો કે દુષ્કર્મ સાથે હત્યાના કિસ્સામાં મનોચિકિત્સક ડો શૈલેષ જાનીએ વધુમાં ઉમેર્યું હતું કે આવા કિસસામાં ખાસ કરીને કારણોમાં ગુનાહીત માનસ, આલ્કોહોલ ઈંટોક્ષિકેશન, ડ્રગ ઈંટોક્ષિકેશન, આવેશાત્મક પગલું અને બદલાની ભાવના કારણભૂત હોય છે.