ગીર સોમનાથ: શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને બિલ્વપત્રના શૃંગારથી દિપાયમાન કરવામાં આવ્યા હતા. બિલ્વપત્ર દેવાધિદેવ મહાદેવને અતિપ્રિય હોય છે સાથે-સાથે બિલ્વપત્રને બ્રહ્મા,વિષ્ણુ અને મહેશના પ્રતિક રૂપે પણ મહાદેવ પર અર્પણ કરવાની વિશેષ પરંપરા છે. ત્યારે પ્રથમ દિવસે સોમનાથ મહાદેવના દર્શન કરીને શિવભક્તોએ ભારે પ્રાપ્ત કરી હતી
સોમનાથ મહાદેવને બિલ્વપત્રનો શૃંગાર
શ્રાવણ સુદ એકમ એટલે કે આજે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે ત્યારે પ્રથમ દિવસે આવેલા સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને આજે નયનરમ્ય બિલ્વપત્રનો શૃંગાર કરવામાં આવ્યો હતો. મંદિરના પૂજારીઓ દ્વારા ત્રણ કલાક સુધી બિલ્વપત્રની સાથે ચંદન ભસ્મ અને પુષ્પનો સુમેળે સાધીને મહાદેવને અતિ પ્રિય અને બ્રહ્મા વિષ્ણુ અને મહેશના પ્રતિક સમાન બિલ્વપત્રનો શૃંગાર કરવામાં આવ્યો હતો બિલ્વપત્ર સાથે જોડાયેલી ધાર્મિક માન્યતા પણ છે કે મહાદેવ પર એક માત્ર બિલ્વપત્ર અર્પણ કરવાથી ત્રણ જન્મના પાપો માંથી મુક્તિ મળતી હોય છે જેને કારણે પણ બિલ્વપત્ર અર્પણ કરવાનું ધાર્મિક મહત્વ છે સાથે સાથે બિલ્વપત્રમાં શાંતિ અને શુધ્ધીના ગુણો પણ હોય છે જેથી તેના દર્શન અને સ્પર્શ માત્રથી મન શાંત થાય છે અને આધ્યાત્મિક દિશામાં શિવભક્તો ની પ્રગતિ થાય છે