ગુજરાત

gujarat

ETV Bharat / state

નવસારીના આતલિયા GIDCમાં યુવકને લાગ્યો કરંટ, બનાવ CCTV કેમેરામાં કેદ થયો - NAVSARI ACCIDENT

નવસારીના બીલીમોરામાં એક ગંભીર બનાવ બન્યો છે. આતલિયા GIDC માં એક યુવકને કરંટ લાગતા તેનું મોત નીપજ્યું હતું.

આતલિયા GIDCમાં યુવકને લાગ્યો કરંટ
આતલિયા GIDCમાં યુવકને લાગ્યો કરંટ (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Feb 27, 2025, 3:40 PM IST

નવસારી : બીલીમોરા નજીક આતલિયા GIDCમાં એક અકસ્માત થયો, જેમાં એક આશાસ્પદ યુવકે જીવ ગુમાવ્યો છે. અહીં એક કંપનીમાં કામ કરતા સમયે યુવકને કરંટ લાગ્યો હતો. આ બનાવમાં યુવકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. સમગ્ર બનાવ CCTV કેમેરામાં કેદ થયો છે. બીલીમોરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આતલિયા GIDCમાં યુવકને લાગ્યો કરંટ :બીલીમોરા નજીક આતલિયા GIDC ખાતે સ્થિત સી-ટેલ ઈન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમાં એક યુવકને કરંટ લાગવાની ઘટના બનતા, યુવકનું મોત નીપજ્યું છે. ગણદેવીના માંકલા ફળિયામાં રહેતા જીગ્નેશ કલ્યાણભાઈ હળપતિ, જે આ કંપનીમાં કામ કરતા હતા, મશીનમાં દાણા નાખવાની પ્રક્રિયા દરમિયાન અચાનક કરંટ લાગવાથી મશીન સાથે ચોંટી ગયા હતા.

યુવકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું :આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. કરંટ લાગવાથી બનેલા આ અકસ્માતને લઇ બીલીમોરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે. મૃતકના પરિવારજનોએ આ દુ:ખદ ઘટનાથી શોક વ્યકત કર્યો છે અને કંપનીની સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્ન ઉઠાવ્યા છે. આ ઘટનાને પગલે કામદારોમાં પણ ભયનું વાતાવરણ સર્જાયું છે.

પોલીસ કાર્યવાહી અને તપાસ :બીલીમોરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે. ડી. નકુમે જણાવ્યું હતું કે, બે દિવસ અગાઉ બીલીમોરા GIDC માં સી-ટેલ ઈન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં યુવકને કરંટ લાગવાની ઘટના બની હતી. ગણદેવીના માંકલા ફળિયામાં રહેતા જીગ્નેશ કલ્યાણભાઈ હળપતિ, જે આ કંપનીમાં કામ કરતા હતા, મશીનમાં દાણા નાખવાની પ્રક્રિયા દરમિયાન અચાનક કરંટ લાગવાથી મશીન સાથે ચોંટી જતા મોત થયું છે. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી સમગ્ર બાબતે તપાસ આરંભી છે.

ABOUT THE AUTHOR

...view details