જૂનાગઢ :નાગા સંન્યાસીઓની શાહી રવેડી અને મૃગીકુંડમાં આસ્થાની ડૂબકી સાથે ભવનાથની ગીરી તળેટીમાં મહાશિવરાત્રીના મહાપર્વની ઉજવણી પૂર્ણ કરવામાં આવી હતી. રાત્રિના આઠ કલાકે નાગા સંન્યાસીઓની રવેડી ચારે અખાડાના ઇષ્ટદેવની હાજરીમાં નીકળી હતી. જે ગિરનાર તળેટીમાં લોકોને દર્શન આપીને પરત ભવનાથ મંદિરે ફરી હતી. જ્યાં નાગા સંન્યાસીઓએ મૃગીકુંડમાં આસ્થાની ડૂબકી લગાવીને મહાશિવરાત્રીનો તહેવાર ધામધૂમપૂર્વક ઉજવ્યો હતો.
ગિરનાર તળેટીમાં મહાશિવરાત્રી મહાઉજવણી...
મહાશિવરાત્રીનો તહેવાર મૃગીકુંડમાં આસ્થાની ડૂબકી લગાવીને નાગા સંન્યાસીઓએ ધામધૂમપૂર્વક ઉજવ્યો હતો. શિવરાત્રીના દિવસે મધ્યરાત્રીએ 12 કલાકે ભવનાથ મહાદેવને આરતી કર્યા બાદ વિધિ વિધાન સાથે ચારેય અખાડાના ઈષ્ટ દેવોને પ્રથમ પૂજા કરી હતી. ત્યારબાદ મૃગીકુંડમાં સ્નાન કરાવીને પાંચ દિવસ સુધી અલખને ઓટલે ધૂણી ધખાવીને બેઠેલા નાગા સંન્યાસીઓએ દામોદર કુંડમાં આસ્થાની ડૂબકી લગાવીને મહાશિવરાત્રીનો તહેવાર ઉજવ્યો હતો. નાગા સંન્યાસીઓએ પવિત્ર મૃગીકુંડમાં હર હર મહાદેવ અને જય શિવ શંકરના નાદ સાથે આસ્થાની ડૂબકી લગાવીને શિવરાત્રીના તહેવારની આસ્થા સાથે ઉજવણી કરી હતી.