સુરતઃ સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં દોઢ મહિનાના ટૂંકા ગાળામાં વધુ એક દીપડાના મોતના સમાચાર સામે આવ્યા છે. જેને લઇને પ્રાણી પ્રેમીઓમાં શોક સાથે રોષ જોવા મળી રહ્યો છે. કામરેજના માછી ગામે શિકારની શોધમાં આવેલો દીપડો ડુક્કરોને પકડવા બનાવામાં આવેલા ફંદામાં ફસાઈ જતા ગળાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી અને મોતને ભેટ્યો હતો, પણ શું તમે જાણો છો કે દીપડાના અંતિમ સંસ્કાર કેવી રીતે કરવામાં આવે છે? ના તો અહીં છે તેનો જવાબ..
દીપડાના કરાયા નીયમો અનુસાર અંતિમ સંસ્કાર (Etv Bharat Gujarat) શું બની હતી ઘટના
સુરત જિલ્લાના જંગલ વિસ્તારમાં ઘણા દીપડાઓ વસવાટ કરે છે. આ દીપડો રાત પડે અને કૂતરા, મરઘા જેવાા શિકાર કરવા ગ્રામીણ વિસ્તારમાં આવી જતા હોય છે. ત્યારે શિકારની શોધમાં એક દીપડો માછી ગામની સીમમાં આવ્યો હતો. આ દરમ્યાન ભૂંડ પકડવા માટે ખેતરમાં લગાડવામાં આવેલા ફંદામાં દીપડો ફસાઈ ગયો હતો અને તેમાંથી નીકળવાના પ્રયાસો દરમિયાન દીપડાને ગળાના ભાગે ગંભીર ઈજાઓ થઇ હતી જેમાં દીપડાનું મોત નીપજ્યું હતું. આ અંગેની જાણ સ્થાનિકો દ્વારા વન વિભાગની ટીમને કરવામાં આવતા કામરેજ RFO પંકજ ચૌધરી સહિતનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો અને દીપડાના મૃતદેહનો કબજો લઈને પીએમ કરાવ્યા બાદ વિધિવત અગ્નિ સંસ્કાર કર્યા હતા. કામરેજના રેંજ ફોરેસ્ટ ઓફિસર પંકજભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, કામરેજ તાલુકામાં માછી ગામ છે, તાપી નદી કિનારે ત્યાં ભૂંડ પકડવા માટે ફંદા લગાડવામાં આવે છે. તેમાં એક દીપડો ફસાઈ જતા ગળાના ભાગે ઈજા થતા તેનું મોત થયું છે. દીપડો આશરે 6 થી 7 વર્ષનો છે અને તેના મૃતદેહનું પેનલ પીએમ કરાવીને અગ્નિદાહની કાર્યવાહી કરવામાં આવી છે.
ડુક્કર પકડવામાં દીપડો ફસાયો (Etv Bharat Gujarat) દીપડાના અંતિમ સંસ્કાર પૂર્ણ થવામાં 8 કલાક જેટલો સમય લાગે
આપને જણાવી દઈએ કે આવા પ્રાણીઓનું જ્યારે મૃત્યુ થાય છે ત્યારે વન વિભાગ દ્વારા ખાસ નિયમોનું પાલન કરવું પડે છે. દીપડાના અંતિમ સંસ્કારને લઈને કામરેજ વન વિભાગના આરએફઓ પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે, કોઈપણ ઘટનામાં દીપડો મરણ હાલતમાં મળી આવે તો સ્થળ પર હાજર આરએફઓ તુરંત જિલ્લા DFO ને જાણ કરે છે. તેઓના માર્ગદર્શન હેઠળ દીપડાનું પેનલ પી.એમ. (પોસ્ટ મોર્ટમ) કરવામાં આવે છે. જેમાં તપાસ કરાય છે કે પ્રાણીનું મૃત્યુ કેવી રીતે થયું. જે પછી વન વિભાગની જગ્યા ખાતે લઈ જઈને લાકડામાં સળગાવી સમ્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. દીપડાના અંતિમ સંસ્કારમાં 8 કલાક જેટલો સમય લાગે છે. જ્યાં સુધી દીપડાના તમામ અંગ રાખ ન થઈ જાય ત્યાં સુધી વન વિભાગની ટીમ સ્થળ પર હાજર રહે છે.
દીપડાના કરાયા નીયમો અનુસાર અંતિમ સંસ્કાર (Etv Bharat Gujarat) - આ તો કેવો ઈગોઃ ONLINE છરી મગાવી 10થી વધુ ઘા માર્યા, અમદાવાદમાં ગ્રાહકે લીધો દુકાનદારનો જીવ... જાણો સમગ્ર વિગતો
- BZ ગ્રુપના CEO ભુપેન્દ્રસિંહ ઝાલાની મુશ્કેલીમાં વધારો, કોર્ટે સાત દિવસના રિમાન્ડ કર્યા મંજુર