કુલ ચાર ઈસમો સામે ગુનો નોંધાયો ખેડા : ખેડા જિલ્લાના સેવાલિયા નજીક આવેલી મહારાજના મુવાડા ચેક પોસ્ટ પાસેથી પોલિસ દ્વારા ત્રણ રીઢા આરોપીઓને હથિયારો સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલિસ ચેકિંગ દરમ્યાન ખાનગી ટ્રાવેલ્સ બસમાંથી બે દેશી પિસ્તોલ, એક તમંચો અને નવ જીવતા કારતૂસ સાથે ભાવનગર જિલ્લાના ત્રણ ઈસમો ઝડપાયા હતા. પોલિસ દ્વારા આ ત્રણેય તેમજ તેમને હથિયાર આપનાર કુક્ષીના એક ઈસમ સહિત ચાર ઈસમો સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સેવાલિયા મહારાજના મુવાડા ચેકપોસ્ટ પર સતત ચેકિંગ કરવામાં આવે છે. મઘ્યપ્રદેશથી એક ટ્રાવેલ્સ બસ ભાવનગર જઈ રહી હતી. થાણા અધિકારી અને સ્ટાફ ચેકિંગમાં હતા. આ દરમિયાન લોકોનું ચેકિંગ કરતા ત્રણ શંકાસ્પદ લોકો મળી આવેલા તેમની સઘન તપાસ કરતા ત્રણે પાસેથી હથિયાર મળી આવેલા. બે પાસેથી પિસ્તોલ અને એક પાસેથી દેશી તમંચો અને નવ જેટલા કારતૂસ મળી આવેલા. જે બાદ કાયદેસર કાર્યવાહી કરી વિગતે તેમની પૂછપરછ કરતા ત્રણે આરોપીઓનો ભાવનગર જિલ્લા ખાતે ગુનાહિત ઈતિહાસ છે. જેમાં ગંભીર ગુના સહિતના ઘણા ગુના દાખલ થયેલા છે. હાલમાં તેમની ધરપકડ કરી આગળની કાર્યવાહી ચાલુ છે. આ હથિયાર જ્યાંથી લાવ્યા હતા તેનું પણ આરોપીમાં નામ ખુલેલું છે. હથિયાર લઈ જવાનો હેતુ શુમ હતો તે બાબતે ખાસ તપાસ કરવામાં આવશે...રાજેશ ગઢીયા (ખેડા જિલ્લા પોલિસ અધિક્ષક )
લકઝરી બસમાં ચેકિંગમાં પકડાયાં: ખાનગી ટ્રાવેલ્સ બસ કુક્ષીથી જામનગર જઈ રહી હતી. તે દરમ્યાન ચેકિંગ કરતા બસમાં સવાર ત્રણ ઈસમો પાસેથી હથિયારો મળી આવ્યા હતા. બે દેશી પિસ્તોલ તેમજ એક દેશી તમંચો ઝડપાયો હતો. ગળતેશ્વર તાલુકાના સેવાલિયા પાસે આવેલી મહારાજના મુવાડા ચેક પોસ્ટ પર પોલિસ દ્વારા સતત ચેકિંગની કામગીરી કરવામાં આવતી હોય છે. હાલ ચુંટણીને લઈને પોલિસ દ્વારા વિશેષ રૂપે આ કામગીરી હાથ ધરાઈ રહી છે. ત્યારે કુક્ષીથી જામનગર જઈ રહેલી ગૌરીપુત્ર ટ્રાવેલ્સની લકઝરી બસમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું.જે દરમ્યાન બસમાં સવાર ત્રણ ઈસમો પાસેથી બે દેશી પિસ્તોલ,એક તમંચો તેમજ નવ જીવતા કારતૂસ મળી આવ્યા હતાં.
ત્રણેય રીઢા આરોપીઓ : ઝડપાયેલા ત્રણેય રીઢા આરોપીઓ ટ્રાવેલ્સ બસમાંથી પોલિસ દ્વારા 1 મજબૂતસિંહ ઘનશ્યામસિંહ ગોહિલ ઉં.વ.34 રહે.ભડલી,તા.સિહોર,જિ.ભાવનગર 2 નરેશભાઈ ઉર્ફે લતિફ નંદરામ જાળેલા ઉં.વ.41 રહે.દેવગાણા,તા.સિહોર, જિ.ભાવનગર 3 દિલીપભાઈ ઉર્ફે સુખો બાલાભાઈ મકવાણા (કોળી)ઉં.વ.36 રહે.દીહોર, તા.તળાજા,જિ.ભાવનગર ને ઝડપી પાડ્યા હતાં.
ગુનો નોંધી તપાસ શરુ : આ ઈસમો પાસેથી હથિયારો મળી આવતા પોલિસ દ્વારા વિસ્તૃત તપાસ હાથ ધરાઈ હતી. જેમાં ભાવનગર જીલ્લાના રહેવાસી ત્રણેય ઈસમો આર્મ્સ એક્ટ,મર્ડર, લૂંટ અને પ્રોહિબિશનના ગુનાના રીઢા આરોપીઓ હોવાનું ખૂલ્યું હતું.પોલિસે ઝડપાયેલા આ ત્રણેય તેમજ તેમને હથિયારો આપનાર કુક્ષીનો ઈસમ એમ ચાર આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
- Kheda Crime : વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનમાંથી 70 લાખથી વધુની કિંમતના એલ્યુમિનિયમની ચોરી કરનારા ઝડપાયાં
- Kheda: નડિયાદમાંથી સસ્તા અનાજનું કૌભાંડ ઝડપાયું, ભાજપના કાઉન્સિલર સામે ગુનો નોંધાયો