જામનગર: સમગ્ર રાજ્યમાં ભયંકર તડકો પડી રહ્યો છે. ગરમીનો પારો પણ દિવસે દિવસે વધતો જોવા મળી રહ્યો છે.જામનગરના DEOએ ઉનાળાના તાપથી વિદ્યાર્થીઓની સલામતી માટે શાળાનો સમય બદલ્યો. હિટવેવના કારણે સ્કૂલના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
જામનગરના DEOએ ઉનાળાના તાપથી વિદ્યાર્થીઓની સલામતી માટે શાળાનો સમય બદલ્યો - heat wave in jamnagar
પ્રાથમિક શાળાના બાળકો માટે સવારે 7 થી 11નો સમય રાખવામાં આવ્યો છે. જામનગરમાં ગરમીનો પારો પણ દિવસે દિવસે વધતો જોવા મળી રહ્યો છે. માધ્યમિકના બાળકો માટે 6 થી 11નો સમય રાખવામાં આવ્યો છે. ખાસ કરીને બાળકોને ઉનાળામાં લૂંના લાગે તે માટે સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.Heat wave in Jamnagar
Published : Apr 26, 2024, 3:42 PM IST
35 થી 40 ડિગ્રી તાપમાન:પ્રાથમિક શાળાના બાળકો માટે સવારે 7 થી 11નો સમય રાખવામાં આવ્યો છે. જામનગરમાં ગરમીનો પારો પણ દિવસે દિવસે વધતો જોવા મળી રહ્યો છે. માધ્યમિકના બાળકો માટે 6 થી 11નો સમય રાખવામાં આવ્યો છે. ખાસ કરીને બાળકોને ઉનાળામાં લૂંના લાગે તે માટે સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
જામનગરમાં ઉનાળા દરમ્યાન 35થી 40 ડિગ્રી જેટલું તાપમાન રહે છે. ખાસ કરીને બપોરના સમયે હિટવેવ પણ રહે છે, જેના લીધે શાળાએ આવતા જતા બાળકોને લૂં લાગવાની શક્યતા રહે છે. વિદ્યાર્થીઓના હિતને ધ્યાને લઈ રાજ્ય સરકારના નિર્ણયને પગલે જામનગરમાં પણ શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.