ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાત સુપર લીગ ગુજરાતની પ્રથમ ફ્રેન્ચાઇઝી આધારિત ફૂટબોલ લીગ તરીકે ઇતિહાસ રચશે - Gujarat Super League - GUJARAT SUPER LEAGUE

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (જી.એસ.એફ.એ.) પ્રમુખ શ્રી પરિમલ નથવણીના માર્ગદર્શનમાં ગુજરાત સુપર લિગ ગુજરાતની પ્રથમ ફ્રેન્ચાઇઝી આધારિત ફૂટબોલ લીગ તરીકે ઇતિહાસ સર્જી દેશે. રાજ્યમાં ફૂટબોલ રમતની પ્રગતિ યાત્રામાં ગુજરાત સુપર લીગ (જી.એસ.એલ.) એક મહત્વપૂર્ણ પડાવ છે. ઑલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશને પણ તેને મંજૂરી આપી દીધી છે.

Etv Bharatફૂટબોલ લીગ
Etv Bharatફૂટબોલ લીગ

By ETV Bharat Gujarati Team

Published : Mar 28, 2024, 7:12 PM IST

છ ટીમો વચ્ચે યોજાશે મુકાબલો: આ સુપર લીગમાં છ ટીમો એક બીજા સાથે પંદર મેચોમાં ગળાકાપ સ્પર્ધા કરશે; અને ફાઇનલમાં પહોંચવા એડીચોટીનું જોર લગાવશે. આ લીગનો ઉદ્દેશ્ય ગુજરાતમાં ફૂટબોલનું સ્તર તો ઉપર લાવશે જ, સાથે સાથે સ્થાનિક પ્રતિભાશાળી ખેલાડીઓને રાષ્ટ્રીય સ્તરે ઝળકવા માટે પ્લેટફોર્મ પૂરૂં પાડશે.

ઓનર તરકે કોણે કોણેે દર્શાવી તૌયારી: આ લીગમાં ટીમ ઓનર તરીકે (i) લોયલ ઇક્વિપમેન્ટ લિમિટેડના શ્રી અલ્પેશ પટેલ (ii) કે ઍન્ડ ડી કોમ્યુનિકેશનના શ્રી કમલેશ ગોહિલ, (iii) રત્નમણી મેટલ્સ ઍન્ડ ટ્યુબ્સ લિમિટેડના શ્રી પ્રશાંત સંઘવી, (iv) વીવા સ્ટીલ પ્રાઇવેટ લિમિટેડના શ્રી સાહિલ પટેલ, (v) ટ્રુવેલ્યુ ગ્રુપના શ્રી મનીષ પટેલ અને શ્રી સુહૃદ પટેલ તથા (vi) અક્ષિતા કોટન લિમિટેડના શ્રી કુશલ એન. પટેલ એ તૈયારી દર્શાવી છે.

શું છે લીગનો ઉદ્દેશ્ય: લીગનો ઉદ્દેશ્ય ફૂટબોલ ખેલાડીઓને નાણાંકીય રીતે સહાયભૂત થવાનો પણ છે. જી.એસ.એફ.એ. રિલાયન્સ કપ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ સીનિયર મેન ફૂટબોલ ટુર્નામેન્ટ અને જી.એસ.એફ.એ. સીનિયર કલબ ચેમ્પિયનશીપ ટુર્નામેન્ટનમાં ઝળકેલા ખેલાડીઓમાંથી બન્ને ટુર્નામેન્ટોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હોય તેવા 84 ખેલાડીઓ સહિત સબસ્ટિટ્યુટ ખેલાડીઓ આ છ ટીમો માટે પસંદ કરાશે. વધુમાં, છેલ્લે અરૂણાચલ પ્રદેશમાં રમાયેલી 77 મી સંતોષ ટ્રોફીમાં જે બાર ટીમો રમી હતી તેમાંના 36 ગુજરાત બહારના ખેલાડીઓનો પણ આ ટીમોમાં સમાવેશ થશે. આમ લીગમાં રાજ્યના તથા રાષ્ટ્રના પ્રતિભાવાન ખેલાડીઓ જી.એસ.એફ.એ.ને વધુ ઊંડાણ અને વૈવિધ્ય પ્રદાન કરશે. આ સુપર લીગ માટે તમામ હેડ કોચ તરીકે એ.એફ.સી. ‘એ’ સર્ટિફિકેટ ધરાવતા ગુજરાતના કોચ રહેશે અને ટેકનીકલ સ્ટાફ પણ ગુજરાતમાંથી જ રહેશે. આમ, ગુજરાતની પ્રતિભાઓને ઉજાગર કરવાનો ઉદ્દેશ્ય આ સુપર લીગ પાછળ રહેલો છે.

અમદાવાદમાં રમાડવામાં આવશે મેચો: સ્થાનિક ઉભરતા પ્રતિભાશાળી ખેલાડીઓને અનુભવી અને ઘડાયેલા ખેલાડીઓ સાથે રમવાની તક મળે તેવી રીતે ટીમો તૈયાર કરવામાં આવશે. જેની જાહેરાત એપ્રિલના પ્રથમ સપ્તાહમાં કરવામાં આવશે. ગુજરાત સુપર લીગની મેચો ફીફા પ્રમાણિત અમદાવાદમાં રમાડવામાં આવશે, જ્યાં ખેલાડીઓ તેમજ દર્શકો બન્ને રમતનો આનંદ માણી શકે તેમ છે.

પ્રેક્ષકો નિઃશુલ્ક જોઇ શકશે: ગુજરાત સુપર લીગ સ્થાનિક પ્રતિભાઓને ઉજાગર કરશે તથા સ્થાનિક સમાજને સાથે રાખીને ‘સ્થાનિકોને ટેકો’ કરવાની ભાવનાથી આગળ ધપશે. લીગની મેચો ‘સ્પોર્ટ્સ કાસ્ટ’ અને ‘ફીફા+’ પર પ્રસારિત થશે. પ્રેક્ષકો માટે પણ તે નિઃશુલ્ક જોઇ શકાશે.

આ લીગ રાજ્યમાં ફૂટબોલને પુનઃપરિભાષિત કરશે: ગુજરાત સુપર લીગ આ પહેલ સાથે રાજ્યમાં ફૂટબોલને પુનઃપરિભાષિત કરશે અને નવી પેઢીના રમતવીરોને ભવ્ય ભાવિ તરફ ધપવાની પ્રેરણા આપશે.

  1. 2.27 મીટરની ડ્રાઈવ લગાવીને ધોનીએ પકડ્યો શાનદાર કેચ, ચાહકોએ કહ્યું 'ટાઈગર અભી જિંદા હૈ' - MS Dhoni took a brilliant catch
  2. શુભમન ગિલ લાખે લૂંટાયો, ચેન્નાઇ સામેની મેચમાં ધીમી ઓવર ફેંકવા બદલ તેને દંડ ફટકારવામાં આવ્યો - SHUBMAN GILL FINED

ABOUT THE AUTHOR

...view details