ભાવનગર મનપામાં 27 વર્ષથી હારતી કોંગ્રેસે પાયો જમાવવા લગાવ્યું બળ (Etv Bharat gujarat) ભાવનગર: શહેરમાં મહાનગરપાલિકામાં 27 વર્ષથી કોંગ્રેસ હાર જ મળી છે. ત્યારે સંગઠનમાં થયેલા ફેરફાર અને પાયો મજબૂત કરવા લેવામાં આવતા પગલાંથી કોંગ્રેસનું નવું રૂપ જોવા મળી રહ્યું છે. ત્યારે કોંગ્રેસ શહેર પ્રમુખે કહ્યું કે, કોંગ્રેસ ચૂંટણી માટે કામ કરતી જ નથી. જાણો વિગતથી
ચૂંટણીલક્ષી તૈયારી નહી પણ બીજી સેવા જરૂર:ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ હિતેશ વ્યાસે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ છે એ ચૂંટણી આધારિત રાજકારણ કરવા માગતી જ નથી. કોંગ્રેસ સેવા આધારીત રાજકારણમાં માને છે એટલે ચૂંટણી આવે છે. એ વાસ્તવિક છે. ચૂંટણી લડીને જીતીએ એમાં કોંગ્રેસનો પ્રયત્ન રહેશે. કોર્પોરેશનમાં અમારે કોઈ પણ આયોજન ચૂંટણીલક્ષી અત્યારે અમેં શરૂ કર્યા નથી. અમારી વોર્ડ સમિતિઓ બની ગઈ છે અને તે કાર્યરત છે. અમારા જે મુદ્દાઓ છે એને લઈને સમિતિઓ કામ કરી રહી છે. એને આધારિત જ અમે આગળ વધીશું.
ભાવનગર મનપામાં 27 વર્ષથી હારતી કોંગ્રેસે પાયો જમાવવા લગાવ્યું બળ (Etv Bharat gujarat) વોર્ડમાં હાલ કોંગ્રેસની સેવાકીય કઈ પ્રવૃત્તિ: ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ હિતેશ વ્યાસે જણાવ્યું કે, અત્યારે માત્ર અમે સેવાથી જ લોકોની વચ્ચે જઈ રહ્યા છીએ.લોકોને વ્યસનોની ઘણી બધી પ્રોબ્લેમ છે. જેેને લઇને આખા ભાવનગરમાં અમે અભિયાન શરૂ કર્યું છે. એ જ રીતે સિનિયર સિટીઝન માટે પણ કોંગ્રેસે ભાવનગર શહેરમાં નવા આયોજન કર્યા છે. કોંગ્રેસ સાથે જોડાયેલા લોકો 5 વડીલોની જવાબદારી લેશે, એવું અમે લોકોએ નક્કી કર્યું છે અને તે દિશામાં અત્યારે આગળ વધી રહ્યા છીએ.
ભાવનગર મનપામાં 27 વર્ષથી હારતી કોંગ્રેસે પાયો જમાવવા લગાવ્યું બળ (Etv Bharat gujarat) મહિલા અને યુવાનોને લઈને રણનીતિ: ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે, આ ઉપરાંત ગુજરાતમાં મહિલાઓ પર ઘણા બધા અત્યાચારો થાય છે અને મહિલાઓને સુરક્ષાને લઈને પ્રશ્નો ઉભા થાય છે. મહિલાઓની સુરક્ષાને લઇને સરકાર શું કરી રહી છે તે ખુબ જ ગંભીર પ્રશ્ન છે. આ ઉપરાંત અમે યુવાનોના શિક્ષણમાં જે ભયંકર ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને જે અનીતિઓ ચાલી રહી છે તેની સામે અમે પગલા લેશું. ચૂંટણીલક્ષી જે કામગીરી છે તેની સામે કોર કમિટીઓ નક્કી કરશે તે પ્રમાણે ચાલશુું.
લોકોની પ્રાથમિક જરૂરિયાતની સમસ્યા પર ફોક્સ:કોંગ્રેસના મહેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું કે, અમારે વોર્ડ સમિતિ થઈ ગઈ છે. વોર્ડ પ્રમુખો નિમાઈ ગયા છે અને વોર્ડ સમિતિ વોર્ડમાં સરસ કામ કઈ રહી છે. વોર્ડ સમિતિના લોકો સાથે રહીને લોકોની પ્રાથમિક જરુરિયાતના પ્રશ્નો છે. તેને લઇને વિરોધ પક્ષના નેતા સમક્ષ પ્રશ્નો પહોંચાડશે અને લોકોના પ્રશ્નોના નિકાલની કામગીરી કરવામાં આવશે.
- સુરતમાં PIની દાદાગીરીનો વીડિયો સામે આવ્યો, PIએ ફિલ્મી અંદાજમાં વકીલને લાત મારી - police inspector kicked the lawyer
- અલવિદા મંજુ મહેતા, અમદાવાદના વાડજ ખાતે આવેલ સ્મશાન ગૃહમાં થયા અંતિમસંસ્કાર - Manju Mehta passed away