ભાવનગર:શહેર અને જિલ્લામાં ધોરણ 10ની પરીક્ષાને પગલે તૈયારીઓ પુરજોશમાં કર્યા બાદ આજે પરીક્ષા આપવા પહોંચેલા વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કલેકટર દ્વારા સ્વાગત કરીને વિદ્યાર્થીઓને હિંમત પૂરી પાડવામાં આવી હતી.
ભાવનગર શહેર અને જિલ્લામાં ધોરણ 10 અને 12 ની પરીક્ષાનો પ્રારંભ થયો છે. શહેર અને જિલ્લામાં વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ભાવનગર દક્ષિણામૂર્તિ શાળા ખાતે જિલ્લાના કલેકટર ખાસ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓનું સ્વાગત કરીને હિંમત આપી હતી. જિલ્લામાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પહોંચ્યા હતા.
વિદ્યાર્થીઓના આજે જુદા જુદા ત્રણ પેપરની પરીક્ષા લેવામાં આવશે (Etv Bharat Gujarat) કલેકટર દ્વારા કરવામાં આવ્યું વિદ્યાર્થીઓનું સ્વાગત: ગુજરાત સહિત ભાવનગરમાં પણ ધોરણ 10 અને 12 ની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણ તંત્ર દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાને લઈને તૈયારી આદરી દેવામાં આવી હતી. ત્યારે પ્રથમ દિવસે ભાવનગર શહેરના દક્ષિણા મૂર્તિ શાળા ખાતે કલેકટર આર.કે. મહેતા જિલ્લા શિક્ષણ અધિકારી ઉપસ્થિત રહીને દક્ષિણા મૂર્તિમાં પરીક્ષા આપવા આવતા દરેક વિદ્યાર્થીઓને ચોકલેટ આપીને મોં મીઠું કરાવી સ્વાગત કર્યું હતું.
ભાવનગરમાં કલેકટરે વિદ્યાર્થીઓનું પરીક્ષા પહેલા સ્વાગત કર્યું (Etv Bharat Gujarat) જિલ્લામાં પરીક્ષાને લઈને કરાઈ વ્યવસ્થા: ભાવનગર શહેર અને જિલ્લામાં ધોરણ અને 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો પ્રારંભ થતાં કલેક્ટર દ્વારા દક્ષિણા મૂર્તિમાં વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું હતું. કલેકટર આર.કે. મહેતાએ જણાવ્યું હતું કે, ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓના આજે જુદા જુદા ત્રણ પેપરની પરીક્ષા લેવામાં આવનાર છે.
ભાવનગરમાં કલેકટરે વિદ્યાર્થીઓનું પરીક્ષા પહેલા સ્વાગત કર્યું (Etv Bharat Gujarat) જિલ્લામાં કુલ 233 જેટલા કેન્દ્ર ઉપર 61,000 થી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓ શાંતિપૂર્વક પરીક્ષા આપે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
ભાવનગરમાં કલેકટરે વિદ્યાર્થીઓનું પરીક્ષા પહેલા સ્વાગત કર્યું (Etv Bharat Gujarat) કેટલા વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા:ભાવનગર શહેર અને જિલ્લામાં ધોરણ 10 અને 12 ની પરીક્ષાને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી પઢેરીયા સાહેબે પ્રાથમિક વિગતો આપી હતી કે, ભાવનગર શહેરમાં HSC વિજ્ઞાન પ્રવાહમાં 6366 વિદ્યાર્થીઓ 321 બ્લોકમાં પરીક્ષા આપવાના છે. જ્યારે HSC સામાન્ય પ્રવાહમાં 17,318 વિદ્યાર્થીઓ 576 બ્લોકમાં પરીક્ષા આપવાના છે. જ્યારે SSC માં 37,373 વિદ્યાર્થીઓ 1319 જેટલા બ્લોકમાં પરીક્ષા આપવાના છે. આમ, ભાવનગર શહેર અને જિલ્લામાં કુલ 61,057 જેટલા વિદ્યાર્થીઓ 2216 જેટલા બ્લોકમાં પરીક્ષા આપશે.
આ પણ વાંચો:
- આજથી SSC અને HSC બોર્ડની પરીક્ષા શરૂ, રાજ્ય શિક્ષણ મંત્રીએ પાઠવી શુભકામના
- રાજકોટમાં ઓનલાઈન નોનવેજ વેચાણ કરનાર સામે મનપાની કાર્યવાહી, જાણો કેમ ?