ગુજરાત

gujarat

ETV Bharat / sports

Ind vs Eng : રાજકોટમાં "અજેય" રહેલી ભારતીય ટીમને ઇંગ્લેન્ડ ટક્કર આપી શકશે ? જાણો સૌરાષ્ટ્રમાં ભારતનું પર્ફોર્મન્સ - Rajkot Saurashtra Cricket Stadium

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ મેચની સિરીઝની ત્રીજી મેચ આવતીકાલ 15 ફેબ્રુઆરી ગુરુવારથી રાજકોટમાં રમાશે. નોંધનીય છે કે, રાજકોટના ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત એક પણ ટેસ્ટ મેચ હારી નથી. વેસ્ટ ઈન્ડિઝ ટીમને કારમી હાર આપી હતી.

રાજકોટમાં અજેય ભારત
રાજકોટમાં અજેય ભારત

By ETV Bharat Gujarati Team

Published : Feb 14, 2024, 12:15 PM IST

નવી દિલ્હી : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 15 ફેબ્રુઆરી ગુરુવારથી રાજકોટમાં બીજી ટેસ્ટ મેચ રમાશે. આ પહેલા બંને ટીમોએ સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમમાં જોરદાર પ્રેક્ટિસ કરી હતી. બંને ટીમ ટેસ્ટ સિરીઝમાં 1-1 થી બરાબરી કર્યા બાદ હવે લીડ લેવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. સૌરાષ્ટ્ર સ્ટેડિયમમાં ભારતીય ટીમનો રેકોર્ડ પણ સારો છે, ભારત એક પણ ટેસ્ટ મેચ હાર્યું નથી.

રાજકોટમાં અજેય ભારત : ભારતીય ટીમે અત્યાર સુધીમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમમાં બે ટેસ્ટ મેચ રમી છે. જેમાંથી એક મેચ ભારતે જીતી છે, જ્યારે બીજી મેચ ડ્રો રહી હતી. નવેમ્બર 2016 માં આ સ્ટેડિયમમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ હતી. ઈંગ્લેન્ડ સામે રમાયેલી આ મેચમાં બંનેમાંથી કોઈ ટીમને જીત મળી ન હતી. આ મેચ પાંચ દિવસ સુધી ચાલી હતી અને ડ્રો ગઈ હતી.

એક મેચ ડ્રો : આ મેચમાં પ્રથમ બેટિંગ લઈને જો રૂટ, મોઈન અલી અને બેન ડકેટની સદીની મદદથી ઈંગ્લેન્ડ ટીમે 537 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારત પ્રથમ દાવમાં મુરલી વિજય અને ચેતેશ્વર પૂજારાની સદીની મદદથી 488 રન બનાવી શક્યું હતું. 49 રનની લીડ બાદ ઈંગ્લેન્ડે વધુ 260 રન ઉમેર્યા અને ભારતને જીતવા માટે 309 રનનો ટાર્ગેટ આપ્યો. જેના જવાબમાં ભારત 6 વિકેટ ગુમાવીને માત્ર 172 રન જ બનાવી શક્યું હતું.

વેસ્ટ ઈન્ડિઝની કારમી હાર :આ સ્ટેડિયમમાં ભારતની બીજી ટેસ્ટ મેચ વેસ્ટ ઈન્ડિઝ સામે રમાઈ હતી. જેમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને એક દાવ અને 272 રનથી હરાવ્યું હતું. આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરીને 649 રનનો તગડો સ્કોર બનાવ્યો હતો. આ મેચમાં પૃથ્વી શો, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ સદી ફટકારી હતી. ભારતના આ સ્કોરના જવાબમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ 181 રન પર જ સીમિત રહી ગઈ હતી. બીજી ઇનિંગમાં ભારતીય ટીમે આપેલા ટાર્ગેટને ચેઝ કરવા વેસ્ટ ઈન્ડિઝ ફરી મેદાનમાં ઉતરી હતી. જોકે બીજી ઈનિંગમાં પણ વેસ્ટ ઈન્ડિઝ ટીમ 196 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ઈંગ્લેન્ડ સામે ટક્કર :ત્યારે હવે ભારતીય ક્રિકેટ ટીમ આ મેદાનમાં ત્રીજી ટેસ્ટ મેચ રમવા માટે ઉતરી રહી છે. બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર થવાની અપેક્ષા છે. કારણ કે, હૈદરાબાદ ટેસ્ટમાં ઈંગ્લેન્ડે ભારતીય સ્પિનરોના આક્રમણનો સારી રીતે જવાબ આપ્યો હતો. ઉપરાંત બેન ડકેટ અને જો રૂટને આ મેદાન પર રમવાનો અનુભવ છે.

  1. Ind Vs Eng Test : ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચ, રાજકોટમાં બંને ટીમોએ કરી નેટ પ્રેકટિસ
  2. Rajkot: ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ રાજકોટ પહોંચી, રાજકોટ એરપોર્ટ પર પ્રથમ વખત ઇન્ટરનેશનલ ફ્લાઇટ લેન્ડ થઈ

ABOUT THE AUTHOR

...view details