ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

કોલ્ડપ્લે કોન્સર્ટમાં ક્રિસ માર્ટિને 'વંદે માતરમ', 'મા તુઝે સલામ' ગાઈને લોકોને કર્યા ઘેલા - COLDPLAY CONCERT

બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લેના ક્રિસ માર્ટિને કોન્સર્ટમાં 76મા ગણતંત્ર દિવસે પ્રસિદ્ધ ગીત 'વંદે માતરમ' અને 'માં તુઝે સલામ' ગાઈને લોકોને શુભેચ્છા પાઠવી હતી.

ક્રિસ માર્ટિને 76મા પ્રજાસત્તાક દિવસે કોન્સર્ટમાં 'વંદે માતરમ', 'મા તુઝે સલામ' ગાયું
ક્રિસ માર્ટિને 76મા પ્રજાસત્તાક દિવસે કોન્સર્ટમાં 'વંદે માતરમ', 'મા તુઝે સલામ' ગાયું (ANI)

By ANI

Published : Jan 27, 2025, 8:46 AM IST

Updated : Jan 27, 2025, 10:48 AM IST

અમદાવાદ(ANI): અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લેના સિંગર ક્રિસ માર્ટિને રવિવારના રોજ કોન્સર્ટ દરમિયાન પ્રસિદ્ધ ગીત 'વંદે માતરમ' અને 'માં તુઝે સલામ' ગાઈને 76મા ગણતંત્ર દિવસે લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

ગણતંત્ર દિવસની શુભકામના પાઠવી: આ ભાવભર્યા પ્રદર્શનને જોઈને લોકોએ જોરદાર જયકારા સાથે તાળિયો વગાડીને તેમનું અભિવાદન કર્યું હતું. તેઓએ "ભારત માતાને સલામ"ની સાથે કોન્સર્ટને સમાપ્ત કર્યો અને બધા લોકોને ગણતંત્ર દિવસની શુભકામના પાઠવી હતી. આ કોન્સર્ટ દરમિયાન એક ખાસ ક્ષણે, ક્રિસે ભારતીય ક્રિકેટર જસપ્રીત બુમરાહને એક સુંદર ગીત પણ સમર્પિત કર્યું હતું.

ક્રિસ માર્ટિને બુમરાહને શું કહ્યું?: માર્ટિને મસ્તીભર્યા અંદાજમાં કહ્યું કે, મને આ પસંદ નથી આવ્યું કે, બુમરાહે પોતાની તીવ્ર બોલિંગથી ઈંગ્લેન્ડની બેટિંગને નષ્ટ કરી દીધું. "ઓ જસપ્રીત બુમરાહ મારા ભાઈ, પૂરી ક્રિકેટમાં સૌથી ઉત્તમ બોલર, તમને જ્યારે વિકેટ પાછળ ઈંગ્લેન્ડને હરાવતા જોઈને અમને મજા ન આવી," કોલ્ડપ્લેના ફ્રન્ટમેન ક્રિસ ડિઝની+ હોટસ્ટારના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરાયેલા વીડિયોમાં ગીત ગાતા જોઈ શકાય છે.

શોનું હોટસ્ટાર પર લાઈવ સ્ટ્રીમ: રવિવારના શોને ડિઝની+હોટસ્ટાર પર લાઈવ સ્ટ્રીમ કરવામાં આવ્યું હતું.ક્રિસ માર્ટિને પોતાના ફેન્સ માટે આભાર અને પ્રેમ વ્યક્ત કરતા કોન્સર્ટને સમાપ્ત કર્યો હતો. આ પહેલા ભારતીય ગાયિકા જસલીન રોયલે કોલ્ડપ્લેના ફ્રન્ટમેન ક્રિસ માર્ટિન સાથે મળીને બેન્ડના નવા આલ્બમ મૂન મ્યુઝિકના ટ્રેક "વી પ્રે"નું દિલને સ્પર્શતું કપલ ગીત પણ ગાયું હતું.

ક્રિસે શાહરુખ ખાનનો આભાર માન્યો:મુંબઈમાં પોતાના કોન્સર્ટ દરમિયાન ક્રિસે શાહરુખ ખાનનો પણ ખાસ આભાર માન્યો હતો. કોલ્ડપ્લેની ભારત મુલાકાતમાં 19થી 21 જાન્યુઆરીના રોજ મુંબઈમાં પ્રદર્શન પણ શામેલ હતું, જે બાદ 25થી 26 જાન્યુઆરીના રોજ અમદાવાદમાં 2 પ્રોગ્રામ થયા હતા.

આ પણ વાંચો:

  1. અમદાવાદમાં છવાયો 'કોલ્ડપ્લે' ફિવર, કોન્સર્ટ પહેલાં ફેન્સના ધબકારા વધ્યા
  2. કોલ્ડપ્લેના 1 લાખ ફેન્સ આજે અમદાવાદમાં: બ્રિટિશ બેન્ડનો યુવાઓમાં કેમ આટલો ક્રેઝ? જાણો
Last Updated : Jan 27, 2025, 10:48 AM IST

ABOUT THE AUTHOR

...view details