વાયનાડ:તો એવું જાણવા મળ્યું છે કે, રાહુલ ગાંધી સંસદ ભવનમાં માત્ર રાયબરેલી બેઠકનું પ્રતિનિધિત્વ કરશે અને કેરળની વાયનાડ બેઠક પરથી તેમનું સાંસદ પદ છોડી શકે છે. જો કે, હજુ પણ જાણવા મળ્યું નથી કે, કેરળ કોંગ્રેસના નેતાઓના મનમાં શું છે. હવે કોંગ્રેસના નેતાઓ અહીંની પહાડી બેઠક પર પેટાચૂંટણીની તૈયારી કરી રહ્યા છે. આ માટે બૂથ લેવલની મતદાર યાદી અને જરૂરી દસ્તાવેજો તૈયાર કરવામાં આવી રહ્યા છે.
વાયનાડ સાથે ભાવનાત્મક લગાવ: ETV ભારત સાથે વાત કરતી વખતે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મલબારના નવા ચૂંટાયેલા સાંસદે જણાવ્યું હતું કે, "કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી માત્ર વાયનાડ બેઠક પરથી સાંસદ બને તેવી પૂરી શક્યતા છે." તેમણે આગળ જણાવતા કહ્યું હતું કે, વાયનાડમાં તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ ઘણી વખત પુનરોચ્ચાર કર્યો હતો કે તેઓ આ સીટ છોડશે નહીં. તેને વાયનાડ સાથે ભાવનાત્મક લગાવ પણ છે.
રાહુલની સાથે ઊભા હતા: વધુમાં વાત કરતાં તેમણે કહ્યું હતું કે જ્યારે તેઓ 2019માં પહેલીવાર ચૂંટણી લડ્યા હતા, ત્યારે વાયનાડના મતદારો પાર્ટી લાઇનને ધ્યાનમાં લીધા વિના રાહુલની સાથે ઊભા હતા. તેમના રાજકીય જીવનમાં પણ આ એક મહત્વપૂર્ણ ક્ષણ હતી. તેમ છતાં, વાયનાડે તેમને 4,31,770 લાખ મતોની બહુમતી આપી. જો કે આ વખતે મતદાનની ટકાવારી 6 ટકાથી વધુ ઘટી છે, પરંતુ રાહુલ તેમના નજીકના હરીફ CPIના એની રાજા સામે 3,64,422 મતોના માર્જિનથી જીતવામાં સફળ થયા.
કોંગ્રેસના અન્ય એક નેતાએ નામ ન આપવાના શરતે ETV ભારતને જણાવ્યું હતું કે, "પાર્ટી ટૂંક સમયમાં વાયનાડમાં પેટાચૂંટણીની અપેક્ષા રાખે છે. પરંતુ ઉમેદવાર ગાંધી પરિવારના જ હશે. રાહુલ ગાંધી અહીંથી નીકળી રહ્યા છે તો કેરળ પ્રિયંકાને પ્રાથમિકતા આપી રહ્યું છે. પરંતુ AICC રાહુલ ગાંધીના વિચારો જાણ્યા પછી જ અંતિમ નિર્ણય લઈ શકે છે."
તેમણે વધુમાં જણાવ્યું કહ્યું કે "જો પ્રિયંકાને વાયનાડ પેટાચૂંટણી માટે ઉમેદવાર બનાવવામાં આવે છે, તો પાર્ટીના કાર્યકર્તાઓ માટે અહીં 4 લાખથી વધુ વોટ મેળવવામાં સરળતા રહેશે. અમે બૂથ કમિટીઓ અને બ્લોક પ્રમુખોને મતદાર યાદી અને ચૂંટણી માટે જરૂરી તમામ દસ્તાવેજો રાખવાની સૂચના આપી દીધી છે."
- વડાપ્રધાન મોદીએ આપ્યું રાજીનામું, NDA સતત ત્રીજી વખત સરકાર બનાવશે - PM Modi oath
- ડેપ્યુટી સીએમ ફડણવીસે રાજીનામાની તૈયારી દર્શાવી, લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્ર ભાજપના ખરાબ પ્રદર્શનની જવાબદારી સ્વીકારી - devendra fadnavis wants to resign