પારસી સમાજમાં હવે આ વિધિ ઉદવાડા, નવસારી અને મુંબઈમાં કેટલાક સ્થળોએ કરવામાં આવે છે તો કેટલીક જગ્યાએ સમય જતા વિસરાઇ ચૂકી છે. ખરેખર આ વિધિનું મહત્વ કેટલું છે અને ધાર્મિક રીતે તે લોકો માટે કેટલી પવિત્ર છે તે અંગેની સમગ્ર જાણકારી આપવા માટે ઉદવાડામાં યોજાયેલા ત્રણ દિવસીય ઈરાનસા ઉત્સવમાં વર્ચ્યુઅલ ગોગલ્સના માધ્યમથી યાસના સેરેમની અંગેનુ સાડા ચાર મિનિટનુ ફોર ડી (4D) ટીઝર દર્શાવવામાં આવ્યું છે.
ટીઝર જોનારાને એમ જ લાગે છે કે જાણે તેઓ પ્રત્યક્ષરૂપે વિધિમાં ઉપસ્થિત છે. ઉદવાડા ઉત્સવની મુલાકાતે આવેલા બે મહિલા પ્રવાસીઓએ જણાવ્યું કે આ વિધિની સમગ્ર જાણકારી યુવા વર્ગ માટે ખૂબ જ મહત્વની છે. ઉદવાડામાં પ્રથમવાર 4D ફિલ્મ દ્વારા જે રજૂઆત કરવામાં આવી રહી છે તે ખૂબ જ પ્રશંસનીય છે.
નોંધનીય છે કે આ પ્રોજેક્ટ સ્કૂલ ઓફ ઓરિયન્ટલ આફ્રિકન સ્ટડીઝ, લંડન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા કે જેઓ પીએચડી માટે સંશોધન કરી રહ્યા છે તેમના દ્વારા અમલમાં મૂકવામાં આવ્યો છે.